ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 118

  • 1.8k
  • 1
  • 714

(૧૧૮) વીરાંગના ચાંદબીબી            દક્ષિણ ભારતમાં પાછા ફરેલા બુરહાનદીનને અહમદનગરના સુલતાન બનવામાં સફળતા મળી ઇ.સ.૧૫૯૧ માં, એણે પોતાને અહમદનગર રાજ્યના સ્વતંત્ર સુલતાન તરીકે પોતાની જાતને જાહેર કરી દીધો.          બાદશાહ અકબરને આપેલા વચનો એ ઘોળીને પી ગયો. ખાનદેશ, બીજાપુર અને ગોવળકોંડાના રાજ્યો જીતવા બુરહાનુદીન મદદરૂપ નીવડશે એ આશા હવે રહી નહિ.          આખી યોજના નવેસરથી વિચારવી પડી.          ૨૭, ઓગષ્ટ, ૧૫૯૧ માં સમ્રાટ અકબરે દક્ષિણના ચારે રાજ્યો પર પોતાના, પ્રતિનિધિઓ મોકલ્યા. દૂતોએ સંદેશો આપ્યો.          “શરણાગતિ સ્વીકારો નહિ તો સામનો કરવા તૈયાર રહો.” ખાનદેશનો સુલતાન નિર્બળ હતો. મોગલસેનાના ડરે એણે શરણાગતિ સ્વીકારી.          બાકીના ત્રણ રાજ્યના સુલતાનો, મોગલ બાદશાહના