પ્રેમ સમાધિ - પ્રકરણ 12

(37)
  • 4.3k
  • 4
  • 3k

પ્રેમ સમાધિ પ્રકરણ-12 “છોકરાઓ સૂઇ ગયાં ?” શંકરનાથે પૂછ્યું... ઉમાબહેન કહે “એમનાં રૂમમાં ગયા છે સૂઇજ ગયાં હશે.” પણ કલરવ જાગતો હતો એ શાંત વાતાવરણમાં માં-પાપાની વાતો સાંભળી રહેલો એની આંખમાં નીંદર નહોતી એ વિચારે ચઢેલો કે પાપા પાસે ફોન છે આજ સુધી ખબર નહોતી ઓફીસમાંથી આપ્યો હશે પણ ક્યારેય જણાવ્યું નહીં. પણ પાપા ખાનગીમાં કોની સાથે વાત કરતાં હતાં ? માં ને કેમ એવું કીધુ કે છોકરાઓ સૂઇ જાય પછી વાત કરીશ. બહારગામ જવાનાં છે. શું થયું હશે ? પાપાને કોઇ ચિંતા હશે ? કલરવ વિચારોમાં હતો અને એનાં પાપાએ એની મંમી સામે વાત કરવી શરૂ કરી એણે વિચારો