પ્રેમ સમાધિ - પ્રકરણ 11

(35)
  • 4.5k
  • 4
  • 3.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-11 વિજય ટંડેલ મદહોશીમાં હતો... બગડેલો મૂડ ફરીથી બનાવવા રોઝી સાથે ફરીથી પેગ બનાવી પી રહેલો ત્યાં એનો સેટેલાઇટ ફોન રણક્યો. એને થોડી ચીડ આવી પણ બેડ ઉપરથી ઉતરી ગયો અને ફોન લઇને એની કેબીનનો દરવાજો ખોલી બહાર ડેક પર આવી ગયો. એણે ફોન રીસીવ કર્યો. બોસ તમે પેલાનાં મળતીયાનેજ કામ સોંપ્યું ? કંઇ ગરબડ નહીં થાય ને ? એને જો તમારો ડર હોત તો એ પેલાં મધુ ટંડેલનું કામ લેત ? બોસ તમે....” વિજયે કહ્યું તો ફોન કેમ કર્યો ? તને કેવી રીતે ખબર પડી કે મેં યુનુસનેજ કામ સોંપ્યું છે ? તું શીપ પર જ છે