સવાઈ માતા - ભાગ 49

(11)
  • 3.9k
  • 1
  • 1.8k

લેખન તારીખ : ૧૭-૧૦-૨૦૨૩ (મંગળવાર)   પ્રિય વાચકમિત્રો, આપ સર્વેનાં અઢળક પ્રેમનાં કારણે જ મારી આ પ્રથમ નવલકથા આટલી ઉંચી લોકપ્રિયતાને આંબી શકી. ઘણા જ સમયથી કોઈ નવો ભાગ મૂકી શકાયો ન હતો તે બદલ માફી ચાહું છું. ઉપરાઉપરી આવી પડેલ બિમારીએ લેખનમાં ઘણો જ વિક્ષેપ પાડ્યો. હવે અઠવાડિયામાં ત્રણ વખત મળીશું. – મંગળવાર, ગુરુવાર અને શનિવાર.   સોનાવરણી નવલ પ્રભાતે પોતાનાં જમીન સાથે જોડાયેલાં મૂલ્યો જાળવીને ફ્લેટમાં વસેલાં આ આદિવાસી પરિવારની શાળા, દુકાન અને ઓફિસ પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધાંય પોતપોતાનાં સમયે ઘરેથી નીકળી ગયાં બાદ છેલ્લા દોઢ મહિનાથી ઘડાઈ ગયેલ સવલીએ બપોર માટેની બાકી રસોઈ પૂર્ણ કરી.