ફર્ઝ (૧૯૬૭) – રીવ્યૂ

  • 2.6k
  • 1
  • 840

ફિલ્મનું નામ : ફર્ઝ        ભાષા : હિન્દી પ્રોડ્યુસર : સુંદરલાલ નાહટા, પોઠીના દુન્દેશ્વર રાવ     ડાયરેકટર : રવિકાંત નગાઈચ     કલાકાર : જીતેન્દ્ર, બબીતા, સજ્જન, આગા, રાજનલા, મોહન ચોટી, મુકરી, કાંચના અને અરુણા ઈરાની   રીલીઝ ડેટ : ૬ ઓક્ટોબર ૧૯૬૭           જીતેન્દ્ર હજી તે સમયે નવો જ હતો. તેની ફક્ત બે જ ફિલ્મો રીલીઝ થયેલી હતી. તે સમયે રવિકાંત નગાઈચ તેને મળ્યા અને આ ફિલ્મમાં રોલ કરવા વિષે પૂછ્યું. ફિલ્મનો વિષય જેમ્સ બોન્ડ પ્રકારનો હતો. ૧૯૬૬માં એક તેલુગુ ફિલ્મ આવી હતી ‘ગુડાચારી ૧૧૬’ જે સુપરહીટ સાબિત થઇ હતી, જેના સીનેમેટોગ્રાફર ખુદ રવિકાંત હતા. રવિકાંત આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માગતા હતા.