સપનાનાં વાવેતર - 8

(78)
  • 6.4k
  • 4
  • 4.6k

સપનાનાં વાવેતર પ્રકરણ 8પૌત્ર અભિષેકની વાત સાંભળીને ધીરુભાઈ થોડા વિચલિત થઈ ગયા. એમને પણ એ જ વખતે વર્ષો પહેલાં પોતાના રાજકોટના ગુરુજી દીવાકરભાઈએ કહેલા શબ્દો યાદ આવ્યા:# તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલો એક આત્મા તમારી સાથે બદલો લેવા માટે તમારા ઘર તરફ નજર રાખીને સૂક્ષ્મ જગતમાં બેઠો છે. હવે પ્રશાંતના ઘરે જો દીકરાનો જનમ થશે તો એ આત્મા સ્ત્રીનો જન્મ ધારણ કરીને પ્રશાંતના દીકરા સાથે લગ્ન કરી તમારી બરબાદી કરવા તમારા ઘરમાં આવવાની કોશિશ કરશે.ધીરુભાઈનું મન ફરી વિચલિત થઈ ગયું એટલે એમણે અભિષેકને એ જ સવાલ ફરીથી કર્યો." શું કહે છે તારા એ સાઉથ ઇન્ડિયન રંગનાથન ? " ધીરુભાઈ બોલ્યા. "દાદા