ડાયરી - સીઝન ૨ - કહેતા હૈ દિલ જી લે જરા..

  • 1.7k
  • 720

શીર્ષક : કહેતા હૈ‌ દિલ જી લે જરા..©લેખક : કમલેશ જોષી શું આપણે જીવન જેવી રીતે જીવવાનું નક્કી કર્યું હતું એવી જ રીતે જીવી રહ્યા છીએ કે પછી કૈંક જુદું જ જીવાઈ રહ્યું છે? જે સાંભળવું નહોતું એ સાંભળી રહ્યા છીએ, જે બોલવું નહોતું એ બોલી રહ્યા છીએ, કોઈ જુદું જ વર્તન આપણાથી થઇ રહ્યું છે? શું જિંદગીની લગામ હાથમાંથી છટકી ગઈ છે? દસમા-બારમાની પરીક્ષામાં ધાર્યું પરિણામ લાવનાર વિદ્યાર્થીનો જુસ્સો, આંખોની ચમક અને પગનું જોમ જોવા જેવું હોય છે. સમાજ આખો એની સામે ગૌરવભરી નજરે જોવા માંડે છે. મેડીકલમાં કે એન્જીનીયરીંગમાં કે સી.એ.માં એડમીશન લેનાર વિદ્યાર્થી પાંચમાં પુછાવા (અને પૂજાવા