ડાયરી - સીઝન ૨ - વિચારોની ગરબી

  • 1.6k
  • 674

શીર્ષક : વિચારોની ગરબી ©લેખક : કમલેશ જોષી એકવાર અમારા એક પ્રેક્ટિકલ મિત્રે પ્રશ્ન કર્યો “આપણો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે કે નહિ એની ખબર કેવી રીતે પડે?” અમે સૌ એની સામે જોઈ રહ્યા. એ આગળ બોલ્યો "કોઈનો પગાર બાર હજારમાંથી અઢાર હજાર કે પચ્ચીસ હજાર થાય, કોઈ નવી ગાડી કે નવો બંગલો બનાવે એટલે એનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ તરત જ આપણને સમજાઈ જાય. બાળકની હાઈટ વધે, વજન વધે કે જુવાનીયાઓ સિક્સ પેક બનાવે કે કોઈ પાંચ કિલોમીટરની બદલે આઠ કિલોમીટર દોડી શકતું થઈ જાય તો એનો શારીરિક વિકાસ થઈ રહ્યો છે એ દેખાઈ આવે. કોઈનું રીઝલ્ટ