મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 12

  • 3.3k
  • 1.7k

પ્રકરણ ૧૨હેમાએ સુરુચિને પોતાને ઘરે બોલાવી અને તરત જ એક વાત ઉપજાવી કાઢી. "તમે કવિતાથી દૂર જ રહેજો એને અને પરમભાઈનો કીટીને કારણે બહુ મોટો ઝગડો થયો છે. સાંભળ્યું છે કે કોઈ કીટી ફ્રેન્ડ કિક અને થ્રિલની વાતો કરતી હતી. તમને ખ્યાલ ખરો એ કોણ હશે?" સુરુચિ ગભરાઈને બોલી " ના રે ના, મને એવી કોઈ વાતમાં ઇંટ્રેસ્ટ જ નથી એટલે હું કાંઈ જાણુ નહિ." " તો સારું, નહિ તો એવી ફ્રેન્ડથી દૂર રહેજો, એવી ફ્રેન્ડ તો કાલ ઉઠીને કોઈના ઘર ભંગાવે. હવે બોલો ચા કે કોલ્ડ ડ્રિન્ક શું બનાવું?" સુરુચિ બોલી, " થેન્ક યુ પણ મને કંઈ નથી ફાવતું,