ગરબાની ગઈકાલ અને આજ

  • 2.2k
  • 1
  • 766

ગરબા ગઈકાલ અને આજમાતાજીની આરાધના સાથે મસ્તીથી, તાલથી, પુરા જોશ અને હોંશથી, અદભુત નૃત્ય મુદ્રાઓ તથા સંગીતના તાલે ગવાતા ગરબા તો ગુજરાતની ખાસ ઓળખ છે. અન્ય રાજ્યો માટે ખાસ જોવાની અને આશ્ચર્ય પામવાની વસ્તુ છે.મેં જે અલગઅલગ પ્રકારનાં ગરબાનાં સ્વરૂપો મારા જીવનકાળ દરમ્યાન જોયાં છે તેની અત્રે વાત કરીશ.પહેલાં એટલે બહુ જ પહેલાં. 50 થી 60 વર્ષ પહેલાં. ગરબા એટલે માત્ર શેરી ગરબા. સ્ત્રીઓ રસોડાંથી પરવારીને બહુબહુ તો માથું ઓળી મોં ધોઈને (જેને માટે 'ચાંદલો પાઉડર કરીને' શબ્દ હતો) નીચે ઉતરે કે બહાર નીકળે. કપડાં તો એનાં એ જ. ઘરમાં પહેરાતી સાડી કે 'સાડલો'. સ્ત્રીઓ એક નાની ટીપોય પર માતાજીની