હિતોપદેશની વાર્તાઓ - 45 - છેલ્લો ભાગ

  • 19.7k
  • 9
  • 3.4k

45. એક મોટો કૂવો હતો. એમાં ઘણા દેડકા રહેતા હતા. દેડકાના રાજા નું નામ ગંગદત્ત હતું. એ પોતાને ખૂબ જ શક્તિશાળી માનતો હતો. એને પોતાની તાકાતનું અભિમાન હતું એટલે એ બીજા દેડકાઓને હેરાન કરતો. પોતાની જો હુકમી ચલાવતો. બીજા દેડકાઓ એનાથી ખૂબ ત્રાસી ગયા હતા. એક દિવસ બધાએ ભેગા મળી એને ખૂબ માર્યો અને એને બદલે બીજા હોશિયાર દેડકાને રાજા બનાવી દીધો. નવો રાજા ગંગદત્ત જેટલો બળવાન નહોતો પણ એના કરતાં હોશિયાર હતો. ગંગદત્તે એક બે વાર એને મારી નાખવાની કોશિશ કરી પણ નવો રાજા ચાલાક હોઈ બચી ગયો. એણે ગંગદત્તને પાઠ ભણાવ્યો. એની તાકાત નું અભિમાન ઉડી ગયું અને