ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 2

  • 3.1k
  • 2
  • 1.3k

આપણે પહેલા અંકમાં સ્ટ્રેસમાંથી હેપ્પીનેસ તરફ લઈ જતી ત્રણ ચાવીઓ મેળવી. જેનાથી બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થાય કે ના થાય, આપણને શાંતિ ચોક્કસ થઈ જાય છે. હવે મેળવીએ બીજી ત્રણ અદ્ભુત ચાવીઓ! 4) વર્તમાનમાં રહેવું:જે ભૂતકાળમાં ખોવાઈ જાય અથવા ભવિષ્યના વધુ પડતા વિચારો કરે તેને ટેન્શન થાય. પણ ભૂતકાળ ઈઝ ગોન ફોરેવર! એક મિનિટ પહેલાં કોઈ આપણા ખીસામાંથી દસ હજાર પાઉન્ડ કાપી ગયો, એ થઈ ગયો ભૂતકાળ! કોઈ વ્યક્તિના નિમિત્તે મોટું દુઃખ પડયું કે ક્યાંક ધાર્યા પ્રમાણે સફળતા ન મળી એ બધું જ ભૂતકાળ. અત્યારે ફરી એ ભૂતકાળને ઉથામવો એ મૂર્ખાઈ છે, ભયંકર ગુનો છે. બીજી બાજુ, ભવિષ્યકાળ આપણા તાબામાં નથી.