૪૧ યશોવર્મા અવંતીને જે જોતા તે અવંતીની મહત્તાના પછી જીવનભર પ્રશંસક બની રહેતા – ભલે પછી એ અવંતીને હરાવવાનો કે વિજયનો ગર્વ લેતા રહે! મહારાજને અવંતીનાથમાં સરસ્વતીકંઠાભરણનો પરિચય કરાવવામાં, વામનસ્વામીની એ દ્રષ્ટિ હતી. સેનાપતિ ઉપગવે તો એ વાત ઉપર જ મદાર બાંધ્યો હતો. પછી તો અણીચૂક્યાની જેમ એક વખત ફરીને અવંતી ઊભું થવાનું! મહારાજ ભોજનું સરસ્વતીકંઠાભરણ એ અવંતી દેશનું એક મનોરમ જીવનસ્વપ્ન હતું. એમાં એક વખત પ્રવેશ કરનારો માણસ, કાં કવિ બની જતો, કાં ઘેલો થઇ જતો. એમાં જઈને ડાહ્યો રહેનારો મૂરખ કે જંગલી હજી સુધી તો અવંતીમાં કોઈ પાક્યો ન હતો, કે આવ્યો ન હતો. મહારાજ જયદેવ એ સરસ્વતીકંઠાભરણ