૪૦ જયદેવ એ જયદેવ! સોલંકીઓએ દક્ષિણ દરવાજેથી પ્રવેશ કર્યો છે એ વાત વાયુવેગે દુર્ગમાં ફેલાઈ ગઈ. ચારેતરફથી ધસી રહેલી સેના સામે દુર્ગના બીજા દરવાજાઓનો સામનો પણ ઢીલો પડ્યો. વ્યવસ્થિત સામનાનો અંત આવી ગયો. કર્ણોપકર્ણ ફેલાતી, યશોવર્મા અદ્રશ્ય થઇ ગયાની વાતને લીધે પણ રણોત્સાહ કાંઈક નરમ પડી ગયો. છૂટીછવાઈ કોઈકોઈ જગ્યાએ લડાઈ ચાલતી રહી. પણ રાત પડી એટલે બંને સૈન્યોમાં શાંતિ ફેલાઈ ગઈ. પ્રભાતની તૈયારી કરતું માલવીસેન રણવાસને કેન્દ્ર કરીને આખી રાત ત્યાં રહ્યું. દક્ષિણ દરવાજા પાસેના વિશાળ મેદાનમાં જ મહારાજ જયદેવનો મુકામ થઇ ગયો. આખી રાત સોલંકી સેનાએ યશોવર્માનો પત્તો કાઢવામાં કાઢી. સાંઢણી સવારો ચારેતરફ મોકલવામાં આવ્યા. માલવરાજનો ક્યાંય પત્તો