અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 38

  • 1.6k
  • 1
  • 820

૩૮ ગંગ પરમાર! દંડદાદાકજીના મનમાં એક મહાન પ્રશ્ન ખળભળી રહ્યો હતો: મહારાજની પ્રતિજ્ઞાનું શું? આજ સાંજ પહેલાં એ પ્રતિજ્ઞા પળાવી જોઈએ. સાંજ પહેલાં એ પ્રતિજ્ઞા પળાશે નહિ એ ચોક્કસ હતું. મહારાજનો પ્રતિજ્ઞાભંગ એ ભારતવર્ષના તમામ રાજાઓની વચ્ચે એમની ઠેકડી ઊડવાનો પ્રસંગ હતો. યશોવર્માએ કાં ગજરાજ ખાડામાં જ તળ રાખી દઈને, અને નહિતર મહારાજની લંબાતી માર્ગવિટંબનાનો આધાર લઈને, બેમાંથી એક રીતનો ફાંસલો ગોઠવ્યો હતો. આ બીજો ફાંસલો હતો. આ જ સમય કસોટીનો હતો. જેમજેમ દિવસનું યુદ્ધ લંબાતું ગયું તેમતેમ ખાતરી થઇ કે દક્ષિણ દરવાજો આજ તો અજિત રહેશે! કાલની વાત કાલ! દાદાકજી એ ચિંતામાં હતા. તેમણે દ્રષ્ટિ કરી પણ મુંજાલ મંત્રીનો