અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 37

  • 1.3k
  • 1
  • 676

૩૭ પાંચસો પરમાર બીજે દિવસે હજી તો પ્રભાતના રંગમાં કેસુડાંની છાંટ આવતી હતી. ત્યાં ધારાગઢના કોટકાંગરા ઉપરથી ‘જય મહાકાલ!’ની મહાઘોષણા ઊઠી અને પડઘા પાડતી ચૌલુક્યની છાવણી ઉપરથી આકાશે પહોંચી ગઈ. એના પ્રત્યુત્તરમાં આખી સોલંકી છાવણી સળગી ઊઠી. ઠેરઠેરથી ‘જય સોમનાથ!’ની રણહાક ઊપડી. ઘોડેસવારો પદાતિ, રથ ને હાથીઓનાં ટોળેટોળાં ચારે તરફથી ધારાગઢને ઘેરી લેતાં આગળ વધ્યા. તીરોનો, ભાલાઓનો, ગોફણિયા, પાણાઓનો, છુટ્ટા ગદેડાનો અને સનસનાટી બોલાવી દેતી સાંગોનો વરસાદ શરુ થયો. બે પળમાં આખી રણભૂમિ, હોકારાઓથી, તુંકારથી, ભયંકર અવાજોથી, ટોળાનાદથી, દુશ્મનોની મશ્કરીઓથી અને હાડ ધ્રુજાવી દે એવી રણહાકોથી જાણે અચાનક જાગેલી ભૂતાવળ સમી બની ગઈ. યોદ્ધાઓ પડકાર દેતા હતા. હાથીઓની ચીસોના, ડુંગરાઓમાં