અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 33

  • 1.8k
  • 1
  • 820

૩૩ યશ: પટહ કોઈ વખત જંગલમાં ફરતાં કોઈક એવું તો વૃક્ષ નજરે ચડે છે કે જાણે એ વૃક્ષ હોય એમ લાગતું જ નથી. એની માનવતા અને એનું દેવત્વ એટલાં સ્પષ્ટ દેખાય છે કે જાણે આપણે એના જૂના પરિચિત સ્વજન હોઈએ, અને એ આપણું સ્વજન હોય! કોઈક અશ્વને જોતાં પણ એમ જ થઇ આવે છે. કોઈ વખત કોઈ પ્રાણીમાં પણ એવી અદ્ભુત વિશિષ્ટતા દેખાઈ આવે છે. બીજે દિવસે પ્રભાતે જ્યારે હસ્તિશાળામાં મહારાજ જયદેવે પ્રવેશ કર્યો ત્યારે પણ હજાર હસ્તિઓની અભિવાદન કરતી, ત્યાં ઊભેલી પંક્તિ જોઇને, એક પળભર તો એ આશ્ચર્યમુગ્ધ થઇ ગયા: આવડી મોટી બળવાન ગજસેના! અને છતાં રાજા મદનવર્મા બેઠો