લવ યુ યાર - ભાગ 27

(19)
  • 6.3k
  • 3
  • 4.6k

ઘર આંગણે લગ્નનો મંડપ બંધાઈ ચૂક્યો છે. બસ હવે લગ્નનાં ગીતો ગવાય અને શરણાઈનાં સૂર રેલાય તેટલી જ વાર છે.મીત અને સાંવરી જે બંને એકબીજાને અનહદ ચાહે છે અને એકબીજાનાં પ્રેમમાં ગળાડૂબ છે તેમની મંઝિલ હવે તેમનાથી ખૂબજ નજીક આવી ગઈ છે. મીતની જીદને કારણે મીત અને સાંવરીના લગ્ન ધામધૂમથી નહીં પરંતુ સાદાઈથી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે અને બંને પરિવારના ઈંતજારનો અંત પણ હવે આવી ગયો છે. લગ્ન માટે જે પૈસા ખર્ચ કરવાના હતા તે બધાજ પૈસા શહેરની કેન્સર હોસ્પિટલમાં દાન આપવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે.સાંવરી અને મીત બંને જીવનની કઠીન પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યા છે તે