અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 31

  • 1.8k
  • 2
  • 934

૩૧ સંન્યાસી ક્યાં ગયો? ધંધરાજની સાથે ઉદયન અને કાક એકદમ બહાર નીકળી આવ્યા. ધંધરાજ આ બાબતમાં પાવરધો જણાયો. રસ્તામાં ઉદયને કાંઈ વાત કરી નહિ. એક વખત સ્થાન આવીને શાંતિથી એ વિચાર ઘડી કાઢવા માંગતો હતો. એની પડખે ચાલી રહેલો કાકભટ્ટ પણ વિચારમાં જ ચાલી રહ્યો હતો. ધંધરાજે રસ્તામાં જે કાંઈ કહ્યું તેમાંથી ભાગ્યે જ અરધું ઉદયન સમજ્યો હશે. પણ એને એક વાતની પ્રતીતિ એમાંથી મળી ગઈ હતી. પોતાની પેઠે જ આ ધંધરાજ પણ એકચક્રી ધર્મશાસનમા શ્રદ્ધા ધરાવનારો જીવડો હતો. ઉદયનને એ વસ્તુ અત્યંત ઉપયોગી જણાઈ.  શ્રેષ્ઠીના મહાલય પાસે આવતાં ઉદયન થંભી ગયો: ‘ધંધરાજજી! તમારી ધર્મપ્રીતિની આકરી કસોટી થાય એવો એક