અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 30

  • 1.8k
  • 1
  • 948

૩૦ તાત્કાલિક કસોટી મહોબકરાજે, ગુર્જરેશ્વરનાં આતિથ્યસત્કાર માટે નૃત્ય યોજ્યું હતું. એટલું જ એ એમની કોઈ યુદ્ધમાં ભાગ ન લેવાની રાજનીતિ અંગેનું પણ હતું. માલવરાજ યશોવર્માં આવ્યા. એમણે સીધી મદદ માગી. સજ્જનદેવે જ ના પાડી. મહારાજ જયદેવ આવ્યા, મહોબકરાજની પ્રીતિભેટ થઇ. આતિથ્યસત્કાર લેખે એક ગજેન્દ્ર એમને ભેટ થતો હતો. આ ગજેન્દ્ર માટે જ મહારાજ આવ્યા હતા.  આ પ્રમાણે રાજનીતિ તો સચવાઈ ગઈ. મહોબકરાજ નૃત્ય પૂરું થતાં જ ઊઠ્યા.સભા હડુડુ ઊભી થઇ ગઈ: ‘મહારાજ!’ તેમણે જયસિંહદેવને કહ્યું, આપણે બે પળ વિશ્વમ્ભગોષ્ઠિ કરીએ. પાછા કોણ જાણે ક્યારે મળીશું? કલિકાલમાં રસિકગોષ્ઠિ વિના બીજે મહારાજને ક્યાંય ચેન પડે ખરું?’ ‘મહારાજ!’ જયસિંહદેવે કહ્યું, ‘તમને એક આ