અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 26

  • 1.8k
  • 1
  • 978

૨૬ એક નવું આશ્ચર્ય કાકભટ્ટે કચકચાવીને ઘોડાને ઉપાડી મૂક્યો હતો. પણ દિશા ફેર હોય કે વાતફેર હોય, ખેતર ઉપર ખેતર ને ઝાડ ઉપર ઝાડ આવતાં હતાં. ક્યાંક માણસ જણાતાં ન હતા. ઘોડેસવારનું તો નામોનિશાન પણ ન હતું.  પોતાની સમજફેર થઇ છે એવી શંકા જન્મતાં એનો ઉત્સાહ નરમ પડવા માંડ્યો. એક ઝરણાને કાંઠે એણે થોડો સાથુ બનાવી પેટપૂજા કરી લેવાનો વિચાર કર્યો. ઘોડાને આરામ આપવા માટે એક ઝાડ સાથે એને બાંધ્યો. પોતે પાણીમાં ઊભા રહીને નજર ઘોડા ઉપર રાખીને બે છાંટા ઉડાડવા શરુ કર્યા. સંધ્યા કરવાનો વિચાર હતો પણ આંખ બંધ કરવાનું જોખમ આ અજાણ્યા પ્રદેશમાં એને વહોરવા જેવું લાગ્યું નહિ.