૨૪ દંડદાદાકે રસ્તો કાઢ્યો કાકભટ્ટ કૃષ્ણદેવને મળ્યા પછી ફરીને આ ખબર એને કરવા ગયો હતો. પણે બહાર નીકળી ગયેલ. પ્રભાતે એને માટે ફરીને ગયો, પણ પત્તો ન મળ્યો. તે શિબિર તરફ ગયો. એને જોવાની એણે આશા રાખી હતી. પણ એ આવ્યો ત્યાં તો બધી વાતની તૈયારી થઇ ગયેલી જણાઈ, બે-ચાર બ્રાહ્મણો આવીને મંડપમાં ઊભા રહી ગયા હતા. મંત્રીઓના હાથીઓ પણ બહાર ઝૂલી રહ્યા હતા. સૈનિકો વ્યવસ્થા માટે ચારે તરફ ફરી રહ્યા હતા. એણે કેશવને શોધ્યો પણ દેખાયો નહિ. મહારાજનો ઉત્તુંગ ગજરાજ એક તરફ ઊભો ઊભો પોતાના ગૌરવમાં આમતેમ ઝૂલી રહ્યો. વખત તો ઝપાટાબંધ વહી રહ્યો હતો. કાકે ચારે તરફ દ્રષ્ટિ