અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 23

  • 1.7k
  • 958

૨૩ અણી ચૂક્યો ‘અણી ચૂક્યો’ એ કહેવત કાકે ઘણી વખત અનુભવી હતી. એટલે જ એ ઉદયન પાસેથી છાવણીમાં આવ્યો; પછી એને એક પળની પણ નિરાંત ન હતી. વહેલી પ્રભાતમાં તો એને બધું કામ પતાવી દેવાનું હતું. આનકરાજને રવાના કરી દેવાનું એના ઉપર હતું. ત્યાગભટ્ટની, સેનાપતિ કેશવને સોંપણી કરવાની હતી. મહારાણીબા આવે તે વખતની બરાબર, પ્રતીક્ષા તો કરવાની હતી જ. અને એ ઉપરાંત સંભવ ન હતો, છતાં મલ્હારભટ્ટ અચાનક આવી ચડીને તાલ બગાડી ન જાય એ વિશે પણ સંભાળ લેવાની હતી.  એટલે એ તો બધો વખત પોતાના ઘોડા ઉપર જ રહ્યો હતો. આંહીંથી તહીં અને તહીંથી આંહીં એમ ફરતો જ રહ્યો.