અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 21

  • 1.7k
  • 982

૨૧ ઉદા મહેતાનું સ્વપ્નું! અંદરના ખંડમાં એક જરિયાન મૂલ્યવાન બેઠક ઉપર મહારાણી લક્ષ્મીબા બેઠાં હતાં. એક ખૂણામાં બળી રહેલ દીપિકાના પ્રકાશથી આખો ખંડ ઉજાસભર્યો હતો. ઉદયને એક ત્વરિત દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી.બીજું કોઈ ત્યાં હતું નહિ. તે પાસે આવ્યો, મહારાણીબાને બે હાથ જોડીને નમ્યો, અને પછી તેણે ત્યાં સામે જ બેઠક લીધી.  રાણીનો રૂપાળો, ગર્વીલો, અક્કડ અને સખ્ત ચહેરો અત્યારે વધારે સખ્ત જણાતો હતો. એની સીધી, જરાક લાંબી ગણાય તેવી ડોક ઉપર નાનું પણ તેજસ્વી મોં દીપ્તિમાન લાગતું હતું. એના મુખની રેખાએ રેખામાંથી એક પ્રકારની જાણે નિયમપાલનની છાપ ઊઠી હતી. એની હાજરીમાં દીવો પણ પ્રકાશ આપવામાં ભૂલ ન પડે