અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 19

  • 2k
  • 1
  • 1.1k

૧૯ કુમારતિલક અભિષેક માણસ, વિધિનું રમવા માટેનું એક રમકડું છે; એ રમકડા સાથે કોઈ કોઈ વખત એને પ્રેમથી રમવાનું મન થઇ આવે છે. ઉદયનને પણ આજે લાગ્યું કે એ શુકન પકવીને જ નીકળ્યો છે. એમ ન હોય તો કાંઈ ધનુરભટ્ટ કોઈ જાતની અનુજ્ઞા વિના, એનો પ્રવેશ થવા દે ખરો કે? પરંતુ એ પ્રવેશ થયા પછી પણ વિધિ એને આંગળીએ વળગાડીને રમાડશે એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.  એણે શિબિરમાં પ્રવેશ કર્યો. પછી જે તરફ એને વધારેમાં વધારે અંધારું જણાયું તે તરફ એ અટકળે ચાલ્યો. બહાર નીકળી જવાનો પણ એ જ માર્ગ હતો.  મુખ્ય ખંડના પ્રવેશદ્વાર પાસેથી એક બાજુ