અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 16

  • 1.8k
  • 1
  • 1k

૧૬ ભુવનેશ્વરીનું મંદિર દુનિયામાં કોઈ કોઈ સ્થળમાં ધરતીનો જાણે કે અંશ જ લાગતો નથી. ત્યાં રહે છે એકલી હવા. એ સ્થળે પગ દેતાં જ કોઈકની હાજરી લાગે ત્યાંના ઝાડપાન, પંખી, વૃક્ષવેલી, છોડ, ટેકરા ઝરણાં સઘળામાંથી અનોખો જ વા વાતો હોય! એ સ્થાનમા કોઈક ચેતના જાણે કે નિત્ય હાજર જણાય! ત્યાં પગલું મૂકતાં સ્વપ્નું જાગે. વિચાર કરતાં ઉત્તુંગ કલ્પના ઊભી થાય. શબ્દ બોલતાં રમ્ય પડઘા ઊઠે. કવિતા કરતાં મનોહારી અપ્સરાઓ નજરે ચડે. ત્યાં કોઈ હીણી વાત જાણે મનમાં આવી જ શકે નહિ. ત્યાં જળમાં સ્થળમાં, હવામાં અનોખું જ દર્શન દેખાય. માણસ ત્યાં પોતાની ક્ષુદ્રતા તજી બે પળ દેવત્વનો વારસો પામે.  કોઈ