વિશ્વ રીંછ દિવસ “રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી , સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી” નાનપણમાં આ કવિતા સાંભળતા એવા રીંછ માટે આજે સાચા અર્થમાં આફત આવી છે એના અસ્તિત્વને ટકાવી રાખવાની. ગુજરાતમાં સિંહ પછી બીજા નંબરે ઓછું જોવા મળતું પ્રાણી રીંછ છે. વિશ્વમાં વિવિધ પ્રાણીઓના દિવસો ઉજવવામાં આવે છે. જેને સામાન્ય રીતે ભાલુ એટલે કે રીંછના નામથી આપણે જાણીએ છીએ આજે તે ભારતીય રીંછ અર્થાત સ્લોથ બીઅર દિવસ છે. હવે રીંછના સંરક્ષણ અને લોકોમાં જાગૃતતા આવે તેમજ રીંછો ઉપર થતા હુમલા અટકે અને માનવીઓમાં ગેરસમજ દૂર થાય તે માટે જાગૃતતા ફેલાવવાના આશ્રય સાથે વન અને