અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 12

  • 1.6k
  • 2
  • 932

૧૨ ઉદયન મહારાજને મળે છે બીજે દિવસે ઉદયન ઊઠ્યો ત્યારે હજી એના મનમાં આનકરાજવાળી વાત ઘોળાઈ રહી હતી. એણે વિચાર કર્યો કે એકલા આનકરાજનું આમાં ગજું નથી. કૃષ્ણદેવને કાને એણે હજી વાત નાખી ન હતી. એટલામાં તો કૃષ્ણદેવ જ તૈયાર થઈને આવતો લાગ્યો. ‘કેમ મહેતા! તમારે મહારાજને મળવા  જવું નથી કે શું?’ ‘અરે! આ આવ્યો, કૃષ્ણદેવજી! પણ મહારાજ પૂછે તો શું પ્રત્યુતર વાળવો તેની મનમાં ગાંઠ વાળતો હતો! મહારાજ પાસે કુમારપાલજીની વાત અવશ્ય આવી ગયેલી હોવી જોઈએ. અને પેલો ભામણો પણ પાછો આંહીં તો દેખાણો જ નથી!’  ‘એ તો હવે દેખાઈ રહ્યો! મહારાજ પાસે પહોંચ્યો હશે. એ દેખાય? રાત્રે તો