અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 11

  • 1.7k
  • 1
  • 992

૧૧ આનકરાજ પટ્ટકુટીમાં પ્રવેશ કરતાં જ ઉદયને કુમારનો હાથ હાથમાં લીધો. સ્વજનના પ્રેમથી કહેતો હોય તેમ એણે કહ્યું: ‘કેમ કુમાર! એકલા એકલા આવ્યા કે? માને મૂકીને? મહારાજ!’ તેણે બે હાથ જોડ્યા: ‘હું તો આવી રહ્યો હતો કાંચનદેવીબાનાં દર્શને. પણ એ તો આંહીં આવ્યાં જ નથી જણાતાં!’ સોમેશ્વરના માથા ઉપર તેણે હેતથી હાથ મૂક્યા: ‘માને મૂકીને યુદ્ધ જોવા આવ્યા ને?’ ‘મા પણ આવવાના છે.’ સોમેશ્વરે બાલોચિત ઉલ્લાસથી કહ્યું. ‘હેં મહારાજ? સાચું?’ ‘ભૈ! આ તમારું આંહીંનું... આવે તો આવે!’ આનકરાજે પ્રત્યુતર વાળ્યો. ‘આવવાનાં છે, મારી ધનુર્વિધ્યાની કસોટી જોવા, ઘોડેસવારી તો પૂરી થઇ ગઈ!’ ‘એમ? ઓ હો! ત્યારે તો તમે જબરા જોદ્ધા નીકળવાના