અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 9

  • 3.5k
  • 1
  • 1.2k

૯ પ્રતિજ્ઞા સેંકડો શંખનાદોના ધ્વનિથી રણક્ષેત્ર જાગી ઊઠયું હતું. ઉદયનને અને કાકને પ્રથમ તો ખબર પડી નહીં કે આ શંખનાદ શા માટે થઇ રહ્યા છે. કોઈ નવા રણક્ષેત્રનો મોરચો શરુ થાય છે કે નવો વિજય મળ્યો છે, કોઈ નવી વાત આવી છે કે શું? એકદમ તો કાંઈ સમજમાં આવ્યું નહિ.  જેમજેમ એ આગળ ગયા તેમતેમ ઉત્સાહનાં પૂર એમણે વધતાં જોયાં. પણ હજી કોને કાંઈ ખબર હોય તેમ લાગ્યું નહિ. એટલામાં રસ્તા ઉપરથી આજ્ઞા આપતો સેનાપતિ કેશવનો અવાજ સંભળાયો.  ‘મલ્હાર ભટ્ટ! દક્ષિણ મોરચે તમે હમણાં ને  હમણાં ઊપડો ને ત્યાં પણ શંખનાદ કરીને સૌને જાહેર કરી દો!’ ઉદયન ચોંકી ઊઠ્યો. મલ્હાર