અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 7

  • 2.4k
  • 1
  • 1.3k

૭ મેળવ્યું કે ખોયું? મલ્હાર ભટ્ટે તો કચકચાવીને ઉદયનનો ઘોડો ઉપાડી મૂક્યો હતો. પોતે ક્યાં જઈ રહ્યો છે એનું એને કામ ન હતું. ઉદયન ટાંટિયા ઠોકતો એણે શોધતો હશે એટલો જ સંતોષ એને માટે હતો. પાટણના રાજતંત્રમાં એણે જ્યાં ત્યાં જૈન મંત્રીઓનો જ ભેટો થતો રહ્યો હતો. પોતે હતો બ્રાહ્મણોત્તમ એટલે આજે એવો એકને છક્કા પંચા રમાડ્યાનો આત્મસંતોષ એને આગળ ને આગળ ધકેલી રહ્યો હતો. વેગમાં ને વેગમાં એણે કેટલો રસ્તો કાપી નાખ્યો એનું એણે કાંઈ ધ્યાન ન રહ્યું. પણ રણભૂમિના સૈનિકોનાં શિબિર તો ક્યારનાં દેખાતાં બંધ થઇ ગયાં હતાં. થોડી વારમાં તો ભૂમિ સજીવ વધારે લાગવા માંડી. પશુ, પંખી,