અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 6

  • 2.5k
  • 1
  • 1.5k

૬ મલ્હાર ભટ્ટે ઘોડું તો મેળવ્યું! મલ્હાર ભટ્ટને તેજદેવ સાથે ઠીક ચાલવું પડ્યું. એમાંથી એણે અનેક વાત જાણી લીધી.  મહારાજ જયસિંહદેવે નિશ્ચય કર્યો હતો કે હવે ધારાગઢનો દુર્ગ તોડવો જ જોઈએ. એમણે ઉત્તમોત્તમ ગજસૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું. પણ હજી જોઈએ એટલી તૈયારી થઇ ન હતી, એટલે ઉપરટપકે હમણાં છૂટાછવાયાં યુદ્ધ ચાલતાં હતાં. પણ મહારાજે તમામ મંત્રીશ્વરો ને સેનાપતિઓને જણાવી દીધું હતું કે એ પાટણની ગાદીનો વારસ પણ સ્થાપી દેવા માંગે છે! એ વારસ કોણ હશે – એનું સૌ અનુમાન કરી રહ્યા હતા. કેટલાક, મહારાજની પુત્રી કાંચનદેવી, જેને શાકંભરીશ્વર આનકરાજ સાથે પરણાવી હતી, એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ એ વારસો લેશે