અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 3

  • 3k
  • 1
  • 1.8k

૩ ઉદયનને કાંઈ સમજાતું નથી! કુમારપાલ અદ્રશ્ય થયો કે તરત કૃષ્ણદેવે ઉદયનને કહ્યું: ‘ઉદયનજી! તમને કેમ લાગે છે? આના નસીબમાં આ રખડપટ્ટી જ રહેશે કે શું? શાકંભરીશ્વર આનકરાજનો સોમેશ્વર, મહારાજને પોતાના દોહિત્ર ઉપર નજર હતી. આનકરાજ પણ આઘીપાછી કાંકરી કરતાં હતા, ત્યાં હવે આ પાછું નવું ધતિંગ જાગ્યું! આને રખડવાનું જ મળશે!’ ‘તો તેમને લાંછન લાગશે, અને આપણને સૌને લાંછન લાગશે!’ ‘પણ આ નવો કોયડો આવ્યો છે એનું શું? એણે તો તમામે તમામ મહારથીઓને પણ મૂંઝવી દીધા છે, પેલી નારી – એણે વિદ્યુતવેગે મહારાજને મેળવી લીધા!’ ‘એનું નામ તમે શું કહ્યું? પ્રતાપદેવી કે બીજું કાંઈ?’ ‘પ્રતાપદેવી? પણ એ પ્રતાપદેવી જ