અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 1

(11)
  • 8.1k
  • 1
  • 5.4k

ધૂમકેતુ પ્રવેશ ગુજરાતનો પ્રતાપીમાં પ્રતાપી રાજા જયસિંહદેવ સિદ્ધરાજ. એણે ત્રણ બિરુદ ધારણ કરેલાં. બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ અને અવંતીનાથ. બર્બરકને વશ કરીને એ બર્બરકજિષ્ણુ કહેવાયો. સમકાલીન કર્ણાટકના વિક્રમ છઠ્ઠાએ ધારણ કરેલ ‘ત્રિભુવનૈકમલ્લ’ એ ઉપાધિની સ્પર્ધામાં હોય તેમ તેણે ત્રિભુવનગંડનું બિરુદ ધારણ કરીને પોતાને ભગવાન સોમનાથનો દ્વારપાલ ગણાવ્યો અને માળવાનો વિજય કરીને એ અવંતીનાથ બન્યો. એક રીતે ગણો તો માલવાના આ વિજયથી મહારાજ જયસિંહદેવ ‘અવંતીનાથ’ બનેલ છે એવું પણ નથી. ‘અવંતીપતિ’ વિષેની લોકભાવના, ‘ઉજ્જૈનના ધણી વીર વિક્રમ’ની પરદુઃખભંજનની કથાઓમાં સચવાયેલી છે. એ જ પરદુઃખભંજનની ન્યાયવૃત્તિ દાખવીને સિદ્ધરાજ જયસિંહે પોતાનું બિરુદ સાર્થક કર્યું. લોકકંઠે તો અવંતીનાથ કરતાં પણ ‘સધરા જેસંઘ’નો પ્રીતિદર્શક નાદ જ વધારે