ક્રિમિનલ કેસ - ભાગ 21

  • 3.1k
  • 3
  • 1.6k

દરવાજો તૂટતા ની સાથેજ ઘણા બધા પોલીસ ઓફિસર બંદૂક સાથે અંદર આવ્યા અને ગોળ બનાવી ઊભા રહી ગયા. બધી જ બંદૂક નો નિશાન તે માસ્ક પહેરેલ વ્યક્તિ તરફ હતો.તે હાલની પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યો હતો. તેણે પોલીસને ધક્કો મારી ભાગવાની કોશિષ કરી પણ ત્યાજ તેના ગાલ પર જોરથી એક મુક્કો પડ્યો.મુક્કો વાગતાની સાથે જ તે સીધો ભોંય ભેગો થઈ ગયો.તેણે જોયું તો સામે વિવાન, ઇન્સ્પેક્ટર અજય અને અભય સાથે ઊભા હતા.વિવાન એ જ જોરથી તેને મુક્કો માર્યો હતો.તે વ્યકિત ઊભો થયો પણ તેના માસ્કમાં મુક્કો વાગતાની સાથે જ તિરાડો પડી હતી અને તેનું માસ્ક થોડું તૂટ્યું હતું.આ ધાંધલ ધમાલમાં