પ્રેમ - નફરત - ૯૭

(28)
  • 3.5k
  • 3
  • 2.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯૭ રચનાને થયું કે પોતે ક્યાંથી રૂપિયા લાવી છે એ જણાવી દીધું છતાં આરવ ‘મને ખબર છે તું આ રૂપિયા ક્યાંથી લાવી છે’ એમ કહેતો હોય એનો અર્થ પાકો છે કે લખમલભાઇએ એને કહી દીધું હશે. મારી જેમ જ એમણે આરવ સાથે શરત કરી હશે પણ આરવ એ છુપાવી શક્યો નથી. એને મારા માટે લાગણી અને બહુ પ્રેમ છે. છતાં રચના એ વાત પોતે જાહેર કરવા માગતી ન હતી. એ બોલી: ‘આરવ, તને કેવી રીતે ખબર હોય શકે? મેં ફાઇનાન્સ કંપની પાસેથી ઉધાર લીધા છે એ માત્ર હું જ જાણું છું...’‘રચના, મને તારી વાત