ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 112

  • 1.9k
  • 834

(૧૧૨) બહાદુર કિરણવતી સત્તા અને સુંદરીએ મહાત્વાકાંક્ષી માણસોની કમજોરી છે. મેસિડોનિયાનો સમ્રાટ સિકંદર સત્તાના ઇશ્કમાં ખતમ થઈ ગયો. લંકાનો રાજવી રાવણ સુંદરીની કામનામાં વંશને નિર્મુલ કરાવી મોતને ભેટયો. સત્તા પાછળ સુંદરી આવે જ. સુંદરીઓના સહવાસથી સત્તા જાય જ. અલાઉદ્દેન ખીલજીનો ઉદય જેટલો શાનદાર હતો. સુંદરીઓના સહવાસથી અંત એટલો જ ભયાનક આવ્યો. કલીઓપેટ્રાની સુંદરતા, દ્રોપદીનો રાજમદ ભલભલા સામ્રાજ્યોને ઉપરતળે કરવા સમર્થ હતા. સત્તા પાછળ પાગલ થયેલા બાદશાહ અકબરને ખુદાએ યારી આપી હતી. છેલ્લા સત્તર વર્ષોમાં એણે રાજપૂતાનાનો મેવાડ સિવાયનો સમગ્ર વિસ્તાર, ગુજરાત, બંગાળ, પંજાબ, બિહાર, લગભગ સમગ્ર ઉત્તરભારતને પદદલિત કર્યો હતો. એની ગીધનજર દક્ષિણ ભારત પર મંડાયેલી હતી. એ મોકાની રાહ