ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 1

  • 4.8k
  • 2
  • 2k

આ દુષમકાળમાં લોકો સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં ચોગરદમ કર્મોના વાવાઝોડા સામે ઝઝૂમી રહ્યાં છે! પરીક્ષામાં રિઝલ્ટ સારું નહીં આવે તો શું થશે? નોકરી નથી મળતી, શું થશે? પત્ની બીમાર છે, તેનું શું થશે? છોકરાંઓ સ્કૂલમાં બરાબર ભણતા નથી, તેનું શું? મોંઘવારી વધી ગઈ છે, શું કરવું? આખું જગત આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે. આધિ એટલે માનસિક દુઃખો, જેમાં આખો દહાડો ચિંતા થયા કરે; વ્યાધિ એટલે શારીરિક દુઃખો અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલી મુશ્કેલીઓ. આ કાળમાં ઘણુંખરું માનસિક દુઃખો જ વધારે છે. એમાંય ટેન્શન તો માણસને ખલાસ કરી નાખે છે. સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક