ધીમે ધીમે એ ધુમ્મસ ભરી સાંજ હવે કાળી અંધારી રાત થવા લાગી હતી.ઝાડ એટલા ઊંચા હતા કે ચંદ્રનું અજવાળું જમીનને સ્પર્શ પણ નહોતું કરી રહ્યું.ધીમે ધીમે સમય વીતી રહ્યો છે.એક કલાક..... બે કલાક....ત્રણ કલાક..... પણ હજી શ્રેયસ પરત ફર્યો ન હતો.જે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ન હતી ત્યાં નેટવર્કનું પકડાવવું એ તો અશક્ય જ રહ્યું.ઘરના બધા સભ્યોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જણાઈ આવી રહી હતી."પપ્પા સમય વધારે થઈ ગયો છે અને શ્રેયસ હજી પરત નથી ફર્યા,મને ખૂબ ચિંતા થઈ રહી છે.અહીં આસપાસ કોઈ દેખાય પણ નથી રહ્યું કે આપણે એમની મદદ લઈ શકીએ"-રાધિકાએ ચિંતિત સ્વરે કહ્યું."દિકરી તું ચિંતા નથી