સપ્ત-કોણ...? - 14

  • 2.6k
  • 1
  • 1.4k

ભાગ - ૧૪કોણ હતી આ માલિની અને દેબાશિષને જાણ થશે ત્યારે શ્રીધર અને માલિની પર શું વીતશે?? એ તો આવનારો સમય જ કહી શકશે.... શ્રીધર એક ઉત્તમ ચિત્રકાર હતો. કુદરતે પાથરેલા રંગીન સૌંદર્યમાંથી અવનવા રંગો ભેગા કરી સુંદર ચિત્રો ચીતરતો. એણે દોરેલા ચિત્રો જાણે હમણાં જ બોલી ઉઠશે એટલા જીવંત લાગતાં, દેબાશિષબાબુને એની ચિત્રકારી સામે અણગમો હતો પણ યામિનીના પુત્રમોહ સામે આંખ આડા કાન કરી શ્રીધરને એમણે અલાયદો ઓરડો ફાળવી દીધો હતો, શ્રીધરનો મોટાભાગનો સમય ત્યાં જ પસાર થતો. પિતાની જમીનદારીમાં એને લેશમાત્ર રસ નહોતો, પોતાની ઈચ્છા ન હોવા છતાંય એ ક્યારેક એમની સાથે ખેતરે કે બજારમાં જતો. દુર્વાસા જેવો