પ્રેમ સમાધિ - પ્રકરણ 9

(38)
  • 4k
  • 6
  • 2.9k

પ્રેમ સમાધિ પ્રકરણ-9 કલરવ એનાં મિત્રો સાથે ફાઇનલ પરીક્ષા આપી બહાર નીકળીને વાતો કરી રહેલો. એ લોકો રીઝલ્ટ પછી શું કરવાનાં ? આગળ ક્યાં ભણવાનાં બધી વાતો કરી એકબીજાનો ભવિષ્યનો પ્લાન પૂછી રહેલાં ત્યાં સુમને મજાક કરતાં ચરણને રુચી --- સુરુચિ... શેમાં છે ? એમ પૂછયું. ચરણ ભડક્યો પણ જવાબ આપતાં પહેલાં એનો ચહેરો ઉતરી ગયો પછી બોલ્યો “રુચી ભણવામાં છે અને સુરુચીમાં પણ છે પણ એ કદાચ મોટાં શહેરમાં ભણવા જશે આગળ એવું કહેતી હતી અમારી આર્થિક સ્થિતિ એવી નથી કે હું જઇ શકું.... ફ્રેન્ડસ આગળ મહાદેવની ઇચ્છા. કલરવ અને સુમન.... ચરણને ધ્યાનથી સાંભળી રહેલાં. ત્યાં કલરવે કહ્યું મારુ