ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 11

  • 3.5k
  • 1
  • 1.8k

જીયા અને પોતાની વાત કરતા સમર્થ એકદમ થી ચૂપ થ‌ઈ ગયો. જીયા અને પોતાનો ભૂતકાળ યાદ કરીને સમર્થ ગળગળો થ‌ઈ ગયો હતો. તેનો અવાજ પણ ભરાઈ ગયો હતો અને પોતાની ભીની આંખોને એ વારંવાર પટપટાવી રહ્યો હતો. સાન્વી નિરંતર બસ સમર્થને જોઈ રહી હતી , તેના હાવભાવ , તેની પ્રક્રિયા, તેની વાત કરવાની રીત. બધું જ આજે જાણે સાન્વીને અલગ લાગી રહ્યું હતું. તે થોડીવાર સમર્થ ને જોઈ રહી અને પછી પાણીનો ગ્લાસ તેને આપતા બોલી ," સમર્થ... "સમર્થે સાન્વી તરફ જોયુ અને તેના હાથ માથી પાણીનો ગ્લાસ લ‌ઈ એક જ ઘુંટડે આખો ગ્લાસ પી ગયો. પાણી પીધા પછી તે