કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 90

(21)
  • 5.8k
  • 4
  • 3.7k

પરીની ફ્રેન્ડ ભૂમી પરીને પૂછી રહી હતી કે, "કેમ, આજે તું મૂડમાં નથી લાગતી, તારી તબિયત બરાબર નથી કે શું?""ખબર નહીં આજે કંઈ ગમતું જ નથી.""કેમ ઘરે કંઈ થયું કે શું?""ના ના ઘરે તો કંઈ નથી થયું.""તો પછી પેલા તારા પોલીસવાળા ફ્રેન્ડે કંઈ કહ્યું કે શું?"પરી જરા દબાયેલા અવાજે બોલી કે, "એને તો મેં ના પાડી દીધી.""ઑહ,‌તો પછી એટલે જ મેડમનો મૂડ નથી.""ના ના એવું નથી એને તો મેં બહુ સમજી વિચારીને ના પાડી છે. કારણ કે હું આગળ સ્ટડી કરવા માંગુ છું માટે..""પણ એ માની ગયો?" ભૂમીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું."માનવા, ના માનવાનો કોઈ સવાલ જ નથી મેં મારો નિર્ણય