સંભાવના - ભાગ 4

  • 3.7k
  • 1
  • 2.3k

"કોણ છે ત્યાં?"- ગભરાયેલા અવાજમાં શ્રેયસે પૂછ્યું પરંતુ સામેથી કોઈ ઉત્તર આવ્યો નહીં. ધીમી ગતિએ તેની તરફ આગળ વધી રહેલા પગરાઓનો અવાજ સાંભળીને શ્રેયસે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી..... જુના ફાટેલા કપડા જેના ઉપર થીંગડા મારેલા હતા.... એક હાથમાં કોથળી હતી જેની અંદર શાકભાજી દેખાઈ રહ્યું હતું પરંતુ વાસી..... બીજા હાથમાં તગારુ અને કોદાળી હતા એવું લાગી રહ્યું હતું કે તે ક્યાંકથી મજૂરી કરીને આવી હોય..... તેના ધ્રુજી રહેલા હાથ અને ચહેરા પરની કરચલીઓએ વાત જણાવી રહી હતી કે આ સામાન ઊંચકવા માટે તેના શરીરમાં પૂરતી તાકાત પણ નહોતી .....ચહેરો સામાન્ય હતો પરંતુ આકર્ષક..... તે એક આધેડ વયની મહિલા હતી...... તે