અમે બેંક વાળા - 37. રાજા, વાજા ને ..

  • 1.9k
  • 810

રાજા વાજા ને … શ્રી એસ ખૂબ કાર્યદક્ષ અધિકારી હતા. અનેક ટેન્શન, અવ્યવહારિક ટાર્ગેટ પુરા કરવા, સ્ટાફને સાચવવો, એમાં બેંકના યુનિયનો તો સૌ જાણે છે. એ બધા વચ્ચે 35 - 36 વર્ષ નોકરી કરી આખરે નિવૃત્તિને આરે તેમની નાવ પહોંચી ગઈ. કિનારો સામે જ દેખાતો હતો. બસ હવે તો બે અઠવાડિયા જ! ચાલો ઉચ્ચ પદ પર પણ હેમખેમ નોકરી પૂરી કરી. ઘણાને ઘણી રીતે છેલ્લેછેલ્લે પણ તકલીફ થતી હોય છે. આ બે અઠવાડિયાં પૂરાં થાય એટલે બસ. તેઓ સવારે વહેલા તેમની 40 45 માણસોના સ્ટાફ વાળી ઓફિસ, જેના તેઓ ઇન્ચાર્જ હતા, તેમાં જઈ પહોંચ્યા. એમની બેંક માટે ફરજિયાત, દિવસ શરૂ