ધૂપ-છાઁવ - 114

(17)
  • 3.1k
  • 4
  • 1.8k

ધીમંત શેઠની ઈચ્છા પોતાની સુહાગરાત ફાઈવસ્ટાર હોટેલમાં મનાવવાની હતી પરંતુ અપેક્ષા પોતાના આ નવા આલિશાન સુંદર બંગલામાં જ પોતાની પહેલી રાતની શરૂઆત કરવા માંગતી હતી એટલે અપેક્ષાની ઈચ્છા પ્રમાણે ધીમંત શેઠના આલિશાન બેડરૂમને ગુલાબના ફૂલોથી મઘમઘતો કરવામાં આવ્યો હતો. એકી બેકી રમવાની વિધિ પૂર્ણ થયા બાદ જે નજીકના સગા સંબંધી હતાં તેમણે પણ પોતાના ઘરે જવા માટે ધીમંત શેઠની રજા માંગી અને અપેક્ષાને આશિર્વાદ આપી તેમણે રજા લીધી. ધીમંત શેઠની ઓફિસના સ્ટાફમાંથી પણ રિધ્ધિ તેમજ દેવેન્દ્રભાઈ અત્રે હાજર હતા તેમણે પણ પોતાના શેઠની રજા માંગી અને ઘરે જવા માટે નીકળી ગયા તેમજ સાથે સાથે એમ પણ કહેતા ગયા કે, ઓફિસનું