લવ યુ યાર - ભાગ 26

(21)
  • 6.4k
  • 4
  • 4.7k

મિતાંશના પપ્પાની ઈચ્છા મિતાંશના લગ્ન સાદાઈથી કરવાની બિલકુલ ન હતી તેથી મિતાંશના આ નિર્ણય ઉપર તે થોડા નિરાશ થઈ ગયા અને તેમણે આમ કરવાની બિલકુલ ના પાડી દીધી કારણ કે, તેમની વાત પણ સાચી હતી કે મિતાંશ તેમનો એકનો એક દીકરો માત્ર હતો અને તેને પણ જો બિલકુલ સાદાઈથી પરણાવી દેવામાં આવે તો પોતે બીજાનાં ત્યાં જઈ આવ્યા હોય અને પોતાને ત્યાં કોઈને ન બોલાવે તેવું થાય. પરંતુ મિતાંશ પોતાની વાત ઉપર અડગ જ હતો અને સાંવરીએ પણ મિતાંશની વાતમાં પોતાની પૂરેપૂરી સંમતિ આપી હતી. મિતાંશના મમ્મી અલ્પાબેન શું કરવું તે વિચારમાં પડી ગયા હતા અને મિતાંશને સમજાવી રહ્યા હતા