ચોરોનો ખજાનો - 44

  • 2.6k
  • 1
  • 1.5k

તે ચાલ્યો ગયો.. પોતાની સરદારને આવી રીતે રડતા જોઇને ત્યાં ઉભેલ દરેક જણ થોડીવાર માટે તો સમસમી ઉઠ્યા. પણ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે સિરતના રડવાનું કારણ બીજું કોઈ નહિ પણ ડેની હતો તો બધા ઠંડા પડી ગયા. દિવાનની નજર ડેનીના બેડ ઉપર પડેલા નકશા ઉપર ગઈ એટલે તેને બધી જ વાત સમજાઈ ગઈ. તે એકદમ શાંત થઈને ડેની પાસે જઈને ઊભો રહ્યો. ડેનીનો નીચે નમેલો ચેહરો તેણે પોતાના હાથ વડે ઉપર કર્યો. ડેનીની આંખોમાં અનેક સવાલો ભર્યા હતા જે આંસુ સાથે બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા. દિવાન જાણતો હતો કે ઘણા સમય પહેલા ડેનીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો