હસમુખભાઈ એકદમ ગળગળા સ્વરે બોલ્યા અને આંખમાં આંસુ પણ આવી ગયા હતા. કુંદનબેન એમના માટે પાણી લઈને આવ્યા અને એમને પાણી આપ્યું હતું. પ્રીતિને તો એટલો આઘાત લાગ્યો કે, પ્રીતિ શું કહે કે બોલે એને કંઈ જ સમજાતું નહોતું. વાત સાંભળીને એ પોતાનું સંતુલન ગુમાવી ચક્કર ખાઈને પડી જ જાત. એને સ્તુતિએ પકડી લીધી હતી. પ્રીતિ સ્તુતિના ખભા પર માથું ટેકવીને પડી હતી. આંખો બંધ હતી અને મન ખૂબ જ દુઃખી હતું. એને ઘડીક તો એમ થઈ ગયું કે, મારુ આખું જીવન મેં જેને સમર્પિત કર્યું એના મનમાં મારુ કોઈ જ સ્થાન જ નહોતું! અજય પર એણે ક્યારેય કોઈ