પ્રોજેક્ટ પ્રલય - 18 - છેલ્લો ભાગ

(16)
  • 2.3k
  • 1
  • 1k

પ્રકરણ ૧૮ અલ-વાસીએ સફેદ ઝભ્ભાધારી આકૃતિને હોલમાં આવતી જોઈ. તે એની પાછળ ફુડ-ટ્રોલી ખસેડતો આવી રહયો હતો. તલ ધીમેથી ટ્રોલી ખેંચતો આવી રહયો હતા. સફેદ કપડા નીચે તેના હાથ યુઝીની સબમશીનગનો પર હતા. તેણે માથુ નીચે નમેલું રાખ્યું હતું. પાછલા ભાગમાં તે સેન્ટર-એઇલમાં પહોંચ્યો અને ધીમેથી બોલ્યો. ‘૫-૩૫’ બે વાગ્યા. હોલના પાછલા બારણાની બહાર ઈઝરાયલી કમાંડોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેમના કાન રીસીવર સાથે દુઃખાયેલા હતા. મરડેકાઈ ઓફીરે રીસીવર પકડીને માથું હલાવી ઈશારો કયો. તલ પ્રવેશેલો તે બારણા પાસે દબાતે પગલે ચાલીને ગયા પછી તેણે વોકી-ટોકી ફલોર પર મૂકયું. તેણે બારણા પર હાથ મૂક્યો. જમણેા હાથ ગન પર હતેા.